રણછોડરાય ડાકોર મંદિર

દિશા

પુરાતનકાળમાં ડંકઋષિએ તપશ્ચર્યા કરીને મહાદેવને પ્રસન્ન કર્યા, ત્યાંઆ ગોમતી તટ પર આવેલ ડંકનાથ મહાદેવનું મંદિર અને ડંકઋષિજન નામ પરથી વસેલું નગર તે ડંકપુર, એટલે આજનું ડાકોર. ડંકનાથ મહાદેવ, પાદુકાજી, ગંગાબાઈની તુલા, શ્રી લક્ષ્મીરજીનું મંદિર, શારદામઠ, રાધાકુંડ, મંગલ સેવાધામ, ગોમતીધાટ અને નૌકાવિહાર જેવા પર્યટક સ્થનળો ડાકોરમાં આવેલા છે. નડિયાદથી આશરે ૩૫ કિ.મિ. દુર આવેલુ મધ્ય ગુજરાતનુ પ્રખ્યાત રણછોડરાયનું મંદિર આવેલું છે. દર પુનમે વધુને વધુ ભાવિકો દર્શનાર્થે આવે છે .

વધુ જાણકારી માટે http://www.ranchhodraiji.org/

કેવી રીતે પહોંચવું:

વિમાન દ્વારા

નજીકનું એરપોર્ટ વડોદરામાં 78 કિ.મી. તથા અમદાવાદ એરપોર્ટ 90 કિ.મી. અંતરે આવેલું છે .

ટ્રેન દ્વારા

નડિયાદ અને આણંદ નજીકના મુખ્ય રેલ્વે સ્ટેશનો છે. ત્યાંથી 7 કિલોમીટર દૂર ઉમરેથમાં સ્લો ટ્રેન ઉપલબ્ધ છે.

માર્ગ દ્વારા

ડાકોર ખેડા જિલ્લાના થાસરા તાલુકામાં છે, 43 કિ.મી. આણંદથી અને નડિયાદથી 35 કિમી દુર આવેલું છે. ખાનગી અને એસટી બસો અમદાવાદ, વડોદરા અને આણંદથી ઉપલબ્ધ છે.