Close

ગરમ પાણીના કુંડ, કઠલાલ

ખેડા જિલ્લા ના કઠલાલ તાલુકાના લસુન્દ્ધા ગામમાં આવેલા ગરમ પાણીના કુંડ વિશિષ્ટિ પ્રકારના છે.ગામને પાદરે સોમનાથ મહાદેવનું ભવ્યલ મંદિર છે. બાજુમાં તળાવ છે.મહાદેવની વિખરાયેલી જટામાંથી ગંગા વહેતી હોય તેવું નિર્મળ જળ વહે છે ત્યાં પ્રકૃતિના સુંદર દર્શન થાય છે.મંદિરના અગ્ર ભાગમાં ગરમ અને ઠંડા પાણીના કુંડ આવેલા છે.કુંડના પાણીમાં ગંધકની વાસ આવતી નથી. તે એક ચમત્કાર છે.

કેવી રીતે પહોંચવું :

વિમાન દ્વારા

સૌથી નજીકનું આંતરરાષ્ટ્રીય હવાઈમથક સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ છે, જે કઠલાલ ટાઉનથી 58 કિમી છે.

ટ્રેન દ્વારા

નજીકનું રેલ્વે સ્ટેશન મહેમદાબાદ ખેડા રોડ અને નડિયાદ છે.

માર્ગ દ્વારા

ખેડા જિલ્લામા સ્થિત ગરમ પાણીના કુંડ માટે NE1 - રાષ્ટ્રીય એક્સપ્રેસવે 1 (અમદાવાદ-વડોદરા) ધ્વારા પહોચવું સરળ છે. તથા એસટી અને સરકારી બસો અમદાવાદ, વડોદરા અને આણંદથી ઉપલબ્ધ છે.