રણછોડરાય ડાકોર મંદિર
પુરાતનકાળમાં ડંકઋષિએ તપશ્ચર્યા કરીને મહાદેવને પ્રસન્ન કર્યા, ત્યાંઆ ગોમતી તટ પર આવેલ ડંકનાથ મહાદેવનું મંદિર અને ડંકઋષિજન નામ પરથી વસેલું નગર તે ડંકપુર, એટલે આજનું ડાકોર. ડંકનાથ મહાદેવ, પાદુકાજી, ગંગાબાઈની તુલા, શ્રી લક્ષ્મીરજીનું મંદિર, શારદામઠ, રાધાકુંડ, મંગલ સેવાધામ, ગોમતીધાટ અને નૌકાવિહાર જેવા પર્યટક સ્થનળો ડાકોરમાં આવેલા છે. નડિયાદથી આશરે ૩૫ કિ.મિ. દુર આવેલુ મધ્ય ગુજરાતનુ પ્રખ્યાત રણછોડરાયનું મંદિર આવેલું છે. દર પુનમે વધુને વધુ ભાવિકો દર્શનાર્થે આવે છે .
વધુ જાણકારી માટે http://www.ranchhodraiji.org/