Close

પ્રાકૃતિક સૌદર્યનું સ્‍વર્ગ, પરીએજ

પરીએજમાં મોટું તળાવ, નાનું તળાવ અને રાતડેશ્વર તળાવ આવેલાં છે. ખંભાતના અખાતની નજીકમાં, પરીએજ જળપ્લાવિત વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યાામાં પક્ષીઓ જોવા મળે છે.સામાન્ય , પાયવર અને આયાવર ત્રણેય પ્રકારના પંખીઓ તળાવની આજુબાજુના વિસ્તારમાં નજરે પડે છે.આ વિસ્તારનું જાણીતું પક્ષી સારસ છે. ભારતમાં માત્ર ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં સારસ જોવાં મળે છે. પરીએજના મુખ્ય તળાવનો ધેરાવો આશરે ૧૨ ચો.કિ.મી. છે. તેની સામાન્ય‍ ઊંડાઈ ૮.પ ફૂટ અને મહત્તમ ઊંડાઈ ૧0.પ ફુટ તળાવ ભરવા માટે મહીકેનાલ તથા નર્મદા કેનાલનું પાણી મુખ્યે સ્ત્રોત છે. પરીએજ તળાવમાં વિવિધ પક્ષીઓ બારેમાસ જોવા મળે છે અને ખાસ કરીને સારસ બેલડી વિશેષ જોવા મળે છે. આ તળાવમાં દેશ-વિદેશના પક્ષીઓ આવતા હોવાથી સહેલાણીઓ-પક્ષી પ્રેમીઓ અવાર-નવાર મુલાકાત લેતા હોય છે. જેથી રાજય સરકાર દ્ધારા આ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

કેવી રીતે પહોંચવું :

વિમાન દ્વારા

સૌથી નજીકનું આંતરરાષ્ટ્રીય હવાઈમથક સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક છે, અમદાવાદ હવાઈમથક જે પરીએજ તળાવ થી ૬૭ કિમી તથા વડોદરા હવાઈમથક ૮૨ કિમી અંતરે આવેલું છે.

ટ્રેન દ્વારા

નજીકના રેલ્વે સ્ટેશન નડીયાદ,આનંદ અને મહેમદાબાદ છે .

માર્ગ દ્વારા

પરીએજ તળાવ પહોંચવા માટે નડીયાદ તાલુકા થી સરકારી તેમજ ખાનગી બસો અમદાવાદ ,વડોદરા તેમજ આનંદ થી મળી રહે છે.