તીર્થરાજશ્રી સ્વામીનારાયણ મંદિર, વડતાલ
સંવત-૧૮૭૮ માં ચૈત્ર સુદમાં સહજાનંદ સ્વામીએ સ્વહસ્તે આ મંદિરનું ખાતમુહૂર્ત કર્યુ અને સંવત ૧૮૮૧ ના કાર્તિક માસમાં બાંધકામ પૂર્ણ થયું. મજૂરોને બદલે સાધુ સંતો તથા સત્સંગીઓએ જાતે ઈંટો તથા ચૂનો ઉપાડવાનું, પકવવાનું, તમામ કામ તથા બાંધકામ સેવાભાવથી કર્યુ. આ મંદિરના પાયામાં અને પગથારમાં નવલાખ ઈટો વપરાઈ છે. સહજાનંદ સ્વામી પોતે ૩૭ ઈંટો સ્વમસ્તક પર ઉપાડી લાવેલાપ તેમાંથી 3પ ઈંટો લક્ષમીનારાયણની મૂર્તિ નીચેની બેઠક (પડધી) માં ચણી છે.