Close

ગળતેશ્વર મહાદેવ મંદિર

ગુજરાતના ઐતિહાસિક પર્યટન અને ધાર્મિક સ્‍થળોમાંના ખેડા જિલ્‍લાના ઠાસરા તાલુકાનું ગળતેશ્વરનું પણ ખુબ મહત્‍વ છે. તાલુકાના સરનાલ ગામ પાસે મહિસાગર અને ગળતી નદીના સંગમ સ્‍થાને આ ધાર્મિક સ્‍થળ આવેલું છે. સુપ્રસિધ્‍ધ ડાકોરના ઠાકોરજીના ધામથી ૧૦ થી ૧૨ કિ.મી.ના અંતરે આવેલા આ ગળતેશ્વર મહાદેવ ખાતે વર્ષે દહાડે ૨૫ લાખથી વધુ ભાવિક ભક્તો અને પર્યટકો આવતા હોય છે. અનેક વખત અધુરા રહેલા શિખરને પૂર્ણ કરવાના અથાક પ્રયત્‍નો થયા હોવા છતાં હાલ આ મંદિર શિખર વગરનું જોવા મળે છે.

ગળતેશ્વર મહાદેવ

ગળતેશ્વર મહાદેવ મંદિર

કેવી રીતે પહોંચવું :

વિમાન દ્વારા

સૌથી નજીકનું એરપોર્ટ 78 કિમી વડોદરા છે તથા અમદાવાદ એરપોર્ટ 90 કિમી દુર આવેલું છે. અને તે વધુ ફ્લાઇટ્સ ધરાવે છે.

ટ્રેન દ્વારા

નડીયાદ અને આણંદ સૌથી નજીકના રેલ્વે સ્ટેશન છે. ત્યાં પણ ધીમી ટ્રેન ઉમરેઠ, જે 7 કિમી દૂર પર શાખા રેખા ટર્મિનસ છે.

માર્ગ દ્વારા

ગળતેશ્વર મંદિર ઠાસરા તાલુકા માં આવેલું છે. જે આણંદથી ૫૧ કિ.મી. અને નડીયાદ થી ૫૦ કિ.મી. દુર આવેલું છે. ખાનગી અને એસટી બસો અમદાવાદ, વડોદરા અને આણંદથી ઉપલબ્ધ છે.