Close

તીર્થરાજશ્રી સ્‍વામીનારાયણ મંદિર, વડતાલ

સંવત-૧૮૭૮ માં ચૈત્ર સુદમાં સહજાનંદ સ્‍વામીએ સ્‍વહસ્‍તે આ મંદિરનું ખાતમુહૂર્ત કર્યુ અને સંવત ૧૮૮૧ ના કાર્તિક માસમાં બાંધકામ પૂર્ણ થયું. મજૂરોને બદલે સાધુ સંતો તથા સત્‍સંગીઓએ જાતે ઈંટો તથા ચૂનો ઉપાડવાનું, પકવવાનું, તમામ કામ તથા બાંધકામ સેવાભાવથી કર્યુ. આ મંદિરના પાયામાં અને પગથારમાં નવલાખ ઈટો વપરાઈ છે. સહજાનંદ સ્‍વામી પોતે ૩૭ ઈંટો સ્‍વમસ્‍તક પર ઉપાડી લાવેલાપ તેમાંથી 3પ ઈંટો લક્ષમીનારાયણની મૂર્તિ નીચેની બેઠક (પડધી) માં ચણી છે.

Swaminarayan Temple

સ્‍વામીનારાયણ મંદિર અગ્ર ભાગ

કેવી રીતે પહોંચવું :

વિમાન દ્વારા

ખેડા જિલ્લા સુધી પહોંચવા નજીકનું હવાઇમથક વડોદરા છે જે નડિયાદ શહેરથી લગભગ ૬૧ કિલોમીટરના અંતરે આવેલું છે. અમદાવાદ હવાઇમથક જે નડિયાદ શહેરથી આશરે ૬૭ કિલોમીટર દૂર આવેલું છે.

ટ્રેન દ્વારા

વડતાલ મંદીર આનંદ રેલ્વે સ્ટેશન થી ૧૨ કિમી તથા નડીયાદ રેલ્વે સ્ટેશન થી ૧૫ કિમી દુર આવેલું છે.

માર્ગ દ્વારા

વડતાલ મંદીર નડીયાદ તાલુકા માં આવેલું છે. ત્યાં પહોચવા માટે સરકારી તેમજ ખાનગી બસો અમદાવાદ ,વડોદરા તેમજ આનંદ થી મળી રહે છે.