ગળતેશ્વર મહાદેવ મંદિર
ગુજરાતના ઐતિહાસિક પર્યટન અને ધાર્મિક સ્થળોમાંના ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાનું ગળતેશ્વરનું પણ ખુબ મહત્વ છે. તાલુકાના સરનાલ ગામ પાસે મહિસાગર અને ગળતી નદીના સંગમ સ્થાને આ ધાર્મિક સ્થળ આવેલું છે. સુપ્રસિધ્ધ ડાકોરના ઠાકોરજીના ધામથી ૧૦ થી ૧૨ કિ.મી.ના અંતરે આવેલા આ ગળતેશ્વર મહાદેવ ખાતે વર્ષે દહાડે ૨૫ લાખથી વધુ ભાવિક ભક્તો અને પર્યટકો આવતા હોય છે. અનેક વખત અધુરા રહેલા શિખરને પૂર્ણ કરવાના અથાક પ્રયત્નો થયા હોવા છતાં હાલ આ મંદિર શિખર વગરનું જોવા મળે છે.