Close

પુરવઠા

રાજ્યમાં ગરીબોની અન્‍ન સલામતિ માટે જાહેર વિતરણ વ્‍યવસ્‍થા અમલમાં મુકવામાં આવેલ છે. જેને કાર્યરત કરવા માટે અન્‍ન અને નાગરિક પુરવઠા વિભાગ, ગુજરાત રાજ્ય હેઠળ નિયામકશ્રી, અન્‍ન અને નાગરિક પુરવઠા કચેરી અગત્‍યની ભુમિકા ભજવે છે. જાહેર વિતરણ વ્‍યવસ્‍થાના સંચાલન માટે અનેકવિધ એજન્‍સીઓ સાથે સંકલન હાથ ધરી અનાજ તેમજ અન્‍ય ચીજ-વસ્‍તુઓનો માસિક ધોરણે નિયમિત પુરવઠો વાજબી ભાવની દુકાનો મારફતે લોકોને મળી રહે તે માટેની મોનીટરીંગ તથા સુપરવીઝનની કામગીરી કરવામાં આવે છે. ઉપરાંત, આવશ્‍યક ચીજ વસ્‍તુ ધારા તેમજ તે હેઠળના કંટ્રોલ ઓર્ડર હેઠળની ચીજ વસ્‍તુઓની માંગ અને પુરવઠા ઉપર નિયંત્રણ અને દેખરેખ પણ રાખવામાં આવે છે.

મુલાકાત: http://www.dcs-dof.gujarat.gov.in

સરનામું : બધા મમલતદાર કચેરીઓ
સ્થળ : મામલતદાર કચેરી | શહેર : બધા સંબંધિત તાલુકા
ઇમેઇલ : dso-khe[at]gujarat[dot]gov[dot]in