ખેડા જીલ્લાનું નામ જીલ્લામાં આવેલ ખેડા નામના નગર પરથી લેવામાં આવેલ છે કે જે વાત્રક અને શેઢી નદીના સંગમ સ્થાન પર વિકસિત જમીન પર વસેલું છે. અંગ્રેજો તેને કૈરા તરીકે ઓળખતા હતા. સંસ્કૃત સાહિત્યમાં ખેટક તરીકે ઓળખવામાં આવે છે. વધુમાં ખેટક એ અહર અથવા વિશ્યય અથવા મંડળ જેવા મોટા વહીવટીય શ્રેત્રનું નગર હતું જેની હાલની જીલ્લાની સાથે સરખામણી ગણી શકાય .
જીલ્લાનું બીજુ નામ જે ઘણાં સમયથી પ્રચલિત છે તે ચરોતર છે. ચરોતર વિસ્તાર ખુબ જ ફળદ્રુપ અને સમૃદ્ધ જમીન ધરાવે છે. આ પ્રદેશમાં રહેતા લોકો ધ્વારા બોલાતી બોલી પણ ચરોતરી કહેવાય છે.ચરોતર શબ્દ સંસ્કૃત શબ્દ ચારુ પરથી ઉતરી આવ્યો છે. જેનો અર્થ “સુંદર” થાય છે. અહીની જમીન ખુબ ફળદ્રુપ અને લીલી વનરાજી ધરાવતી હોવાથી આંખોને ખુશ કરે છે આવી ચરોતર નામ સાર્થક થાય છે.
ખેડા જિલ્લાના વિશિષ્ટ સંદર્ભો અને અન્ય સ્થાનોની માહિતી વલભીના મૈત્રક રાજા કે જેમણે લગભગ ઈ.સ. ૪૭૦ થી ૭૮૮ ના ત્રણ સદીના સમયગાળામાં ગુજરાત પર શાસન કર્યું. તે દરમ્યાન તેઓ દ્વારા લખાવવામાં આવેલ તામ્રપત્રમાં મળી આવેલ છે. ઈ.સ. ૭૮૮માં વલભીના પતન બાદ રાષ્ટ્રફુટ રાજા કરકા બીજાએ ઉત્તરના લતાના રાજયનો વિસ્તાર કર્યો અને રાજધાની ખેટકમાં ખસેડી. ડેક્કનના રાષ્ટ્રકુટ રાજાએ મહીનદી સુધી વિજય અભિયાન ચલાવ્યું. ઈ.સ. ૭૮૮ થી ૯૫૦ માં રાષ્ટ્રકુટ વંશની સત્તાનું વિસ્તરણ કરવાનો શ્રેય કરકા બીજાના ફાળે જાય છે. ઈ.સ. ૯૫૦ થી ૧૩૦૦ સુધીનો સમયગાળો ચાલુકયવંશને દર્શાવે છે. ઈ.સ. ૧૨૯૯ થી જિલ્લામાં મધ્ય યુગની શરૂઆત થઈ અને મરાઠા ધ્વારા મુધલ વાઈસરોય મોરીન ખાન–ર ની હાર સાથે તેનો અંત આવ્યો.
ઈ.સ. ૧૫૮૩ માં રાણી એલીઝાબેથના ખંભાતના રાજા અકબર સાથેના પત્ર વ્યવહારથી ભારતમાં વેપાર શરૂ કરવાના ઈરાદાથી ત્રણ અંગ્રેજ વેપારી ભારત આવ્યા. વેપાર કરવાના તેમના પ્રથમ પ્રયત્નો સફળ થયા પરંતુ પોર્ટુગીઝે તેમને અસફળ બનાવ્યા અને જેલ ભેગા કર્યા. જોકે ઈ.સ. ૧૬૧૩માં અંગ્રેજ વેપારીઓને ફેકટરી શરૂ કરવાની પરવાનગી મળી અને ઈ.સ. ૧૬૧૬ માં પોર્ટુગીઝને ખંભાત શહેરમાંથી કાઢી મુકયાં. ખેડા જિલ્લાનો કેટલોક ભાગ ઈ.સ. ૧૮૦૩માં અંગ્રેજ શાસન હેઠળ આવ્યો અને બાકીનો ઈ.સ. ૧૮૧૭ માં આવ્યો.
ઈ.સ. ૧૮૧૭ થી સમગ્ર જિલ્લો બ્રિટીશ શાસનના નિયંત્રણ હેઠળ આવ્યો અને બોમ્બે પ્રાંતનો ભાગ બન્યો. સ્વતંત્રતા પછી ભૂતપૂર્વ ભારતીય રાજ્યો કંમ્બે. બાલાસિનોર, પોનીઆર્ડ, ધોડાસર, ખોડલ ઝેર અને નીરમાલીના બીન અધિકાર ક્ષેત્ર ભાદરણ અને પેટલાદ તાલુકાના અને ભૂતપૂર્વ બરોડા રાજયના આંતરસુબા તાલુકાના ૩૮ ગામ અને અમદાવાદ જિલ્લાના ૬ ગામ ખેડા જિલ્લામાં મુકવામાં આવ્યા હતાં.