Close

કલેકટર

મુંબઇ જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ ની કલમ ૮ મુજબ રાજ્ય સરકાર કલેક્ટરની નિમણુંક કરે છે. બૃહદ મુંબઇ રાજ્યમાં ડિવિઝનલ કમિશ્નર જમીન મહેસૂલ અધિનિયમની અમલવારી થાય તેની દેખરેખ રાખતા હતા. ૧૫ ઓગષ્ટ ૧૯૫૦ થી ડિવિઝનલ કમિશ્નરનું પદ રદ્દ કરવામાં આવ્યુ અને જમીન મહેસૂલ અધિનિયમ અને અન્ય નિયમો અંગેની સત્તાઓ કલેક્ટરને સોંપવામાં આવી અને તદ્દનુસાર કલેક્ટરને તેમના જિલ્લામાં વિવિધ કાયદાઓની જોગવાઇઓની અમલવારી માટેની જવાબદારી સોંપવામાં આવી.

કલેક્ટર એ વહીવટ અને કાયદાની અમલવારી માટે સરકાર અને જનતા વચ્ચે એક અગત્યની કડી હોઇ સમય જતા કલેક્ટર પર કામનું ભારણ વધ્યુ છે. જિલ્લા કક્ષાએ સરકારના સીધા પ્રતિનિધિ હોઇ કલેક્ટર જિલ્લાના વહીવટમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. કલેક્ટર સમગ્ર જિલ્લાના અન્ય તમામ વિભાગોનું સંકલન કરે છે તેથી તેમને જિલ્લાના મુખ્ય સંકલન અધિકારી પણ ગણવામાં આવે છે. સાંપ્રત સમયમાં વહીવટ વધુ ઝડપી બન્યો છે અને નાગરિકોને તેમાં કેન્દ્રસ્થ સ્થાન આપવામાં આવ્યુ છે. જનસામાન્યની વહીવટી તંત્ર તરફની અપેક્ષાઓને પહોંચી વળવા માટે માહિતી અને સંચાર ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી વહીવટ વધુને વધુ સરળ, પારદર્શક, કાર્યદક્ષ અને પ્રજાભિમુખ બને તે આજના સમયની માંગ છે.

સરનામુ:

              ક્લેક્ટર કચેરી, જીલ્લા સેવા સદન, ડભાણ રોડ, નડીઆદ, જી.-ખેડા

              ફોન: ૦૨૬૮-૨૫૫૩૩૩૪

              ફેક્ષ: ૦૨૬૮-૨૫૫૨૨૧૦

              ઇ-મેઇલ: collector-khe[at]gujarat[dot]gov[dot]in

પદધારણ યાદી
અનુ. નં. કલેક્ટરશ્રીનું નામ જોડાયા તારીખ મુદત તારીખ
શ્રી ટી. એમ. ચૌઘરી ૧૫/૦૮/૧૯૪૭ ૧૭/૦૯/૧૯૪૮
શ્રી પી. કે. ખાંખર ૧૮/૦૯/૧૯૪૮ ૧૩/૦૬/૧૯૪૯
શ્રી ડી. એસ. મોદક ૧૪/૦૬/૧૯૪૯ ૩૦/૧૧/૧૯૪૯
શ્રી એ. આર. ચૌહાણ ૦૧/૧૨/૧૯૪૯ ૩૧/૦૩/૧૯૫૩
શ્રી બી. એમ. દેસાઇ ૧૮/૦૪/૧૯૫૩ ૨૭/૦૪/૧૯૫૪
શ્રી એમ. અલ્લાબકસ ૨૮/૦૪/૧૯૫૪ ૩૦/૦૬/૧૯૫૪
શ્રી એફ. જે. હેરંડીયા ૦૧/૦૭/૧૯૫૪ ૦૫/૦૪/૧૯૫૬
શ્રી આર. એમ. દેસાઇ ૦૬/૦૪/૧૯૫૬ ૨૬/૦૫/૧૯૫૬
શ્રી આર. વિ. દેસમુખ ૧૫/૦૬/૧૯૫૬ ૨૭/૧૨/૧૯૫૬
૧૦ શ્રી એ. આર. ચૌહાણ ૨૮/૧૨/૧૯૫૬ ૨૮/૦૫/૧૯૫૭
૧૧ શ્રી એ. ડી. સામંત ૨૯/૦૬/૧૯૫૭ ૨૪/૧૧/૧૯૫૭
૧૨ શ્રી એસ. એમ. દુદાણી ૨૫/૧૧/૧૯૫૭ ૧૬/૦૫/૧૯૫૯
૧૩ શ્રી કે. પી. ખન્ના ૧૮/૦૭/૧૯૫૯ ૩૧/૦૭/૧૯૫૯
૧૪ શ્રી એન. જી. અભ્યંકર ૦૮/૦૮/૧૯૫૯ ૦૨/૦૧/૧૯૬૦
૧૫ શ્રી કે. શીવરાજ ૦૧/૦૨/૧૯૬૦ ૧૯/૦૮/૧૯૬૦
૧૬ શ્રી એન. આર. વ્યાસ ૨૦/૦૮/૧૯૬૦ ૦૯/૧૦/૧૯૬૦
૧૭ શ્રી કે. શીવરાજ ૧૦/૧૦/૧૯૬૦ ૨૮/૦૩/૧૯૬૧
૧૮ શ્રી આર. એસ. નીંમ્બાલકર ૨૯/૦૩/૧૯૬૧ ૧૬/૦૪/૧૯૬૩
૧૯ શ્રી આર. પાર્થસારથી ૨૨/૦૪/૧૯૬૩ ૨૨/૦૪/૧૯૬૪
૨૦ શ્રી એમ. એસ. દયાલ ૨૩/૦૪/૧૯૬૪ ૨૭/૦૪/૧૯૬૪
૨૧ શ્રી આર. પાર્થ ૨૮/૦૪/૧૯૬૪ ૧૦/૧૦/૧૯૬૫
૨૨ શ્રી વી. વી. વા ૨૦/૧૧/૧૯૬૫ ૨૧/૦૬/૧૯૬૭
૨૩ શ્રી સી. સી. ડોકટર ૨૧/૦૭/૧૯૬૭ ૦૭/૧૦/૧૯૬૮
૨૪ શ્રી વી. આર. એસ. કોલગી ૦૮/૧૦/૧૯૬૮ ૧૬/૧૨/૧૯૬૮
૨૫ શ્રી એમ. પી. પારેખ ૧૭/૧૨/૧૯૬૮ ૦૭/૦૫/૧૯૭૧
૨૬ શ્રી પી. વી. ભટ્ટ ૩૧/૦૫/૧૯૭૧ ૧૮/૦૩/૧૯૭૨
૨૭ શ્રી એચ. એ. મીસ્ત્રી ૨૨/૦૪/૧૯૭૨ ૨૪/૧૦/૧૯૭૩
૨૮ શ્રી એન. ગોપાલાસ્વામી ૩૦/૧૧/૧૯૭૩ ૨૭/૦૬/૧૯૭૬
૨૯ શ્રી કે. વી. ભાનુજાન ૨૮/૦૬/૧૯૭૬ ૩૦/૦૬/૧૯૭૭
૩૦ શ્રી એ. પ્રસાદ ૦૮/૦૮/૧૯૭૭ ૧૫/૦૭/૧૯૭૯
૩૧ શ્રી ખ્રીસ્તી એલ. ફર્નાડીઝ ૧૬/૦૭/૧૯૭૯ ૦૩/૦૩/૧૯૮૦
૩૨ શ્રી એ. એન. માંકડ ૦૪/૦૩/૧૯૮૦ ૨૧/૦૪/૧૯૮૩
૩૩ શ્રી એન. સી. દવે ૨૨/૦૪/૧૯૮૩ ૦૫/૦૭/૧૯૮૩
૩૪ શ્રી એ. કે. જોતી ૧૬/૦૭/૧૯૮૪ ૨૦/૦૯/૧૯૮૬
૩૫ શ્રી આર. એ. સકસેના ૨૧/૦૯/૧૯૮૬ ૨૪/૦૧/૧૯૮૮
૩૬ શ્રી એન. આર. વરસાણી ૨૫/૦૧/૧૯૮૮ ૨૮/૦૮/૧૯૮૮
૩૭ શ્રી ડી. જે. પાંડીયન ૨૯/૦૮/૧૯૮૮ ૨૮/૧૨/૧૯૮૯
૩૮ શ્રી આર. એસ. વાઘેલા ૦૧/૦૧/૧૯૮૦ ૦૪/૦૭/૧૯૯૧
૩૯ શ્રી પી. પી. ગઢવી ૦૫/૦૭/૧૯૯૧ ૩૧/૦૧/૧૯૯૪
૪૦ શ્રી જી. સી. મુર્મુ ૦૭/૦૨/૧૯૯૪ ૧૭/૦૪/૧૯૯૫
૪૧ શ્રી પી. ડી. વાઘેલા ૧૮/૦૪/૧૯૯૫ ૨૫/૦૬/૧૯૯૭
૪૨ શ્રી એ. કે. શર્મા ૨૬/૦૬/૧૯૯૭ ૦૧/૧૦/૧૯૯૭
૪૩ શ્રી જયંત પરીમલ ૦૨/૧૦/૧૯૯૭ ૩૦/૦૪/૧૯૯૮
૪૪ શ્રી ભાગ્યેશ જહાં ૦૧/૦૫/૧૯૯૮ ૨૬/૦૨/૨૦૦૧
૪૫ શ્રી બી. એન. જોષી ૨૮/૦૨/૨૦૦૧ ૧૭/૦૪/૨૦૦૨
૪૬ શ્રી જયંત પરીમલ ૧૮/૦૪/૨૦૦૨ ૦૧/૦૫/૨૦૦૩
૪૭ શ્રી ડી. થારા ૦૨/૦૫/૨૦૦૩ ૨૧/૦૬/૨૦૦૪
૪૮ શ્રી આર. આર. વરસાણી ૦૨/૦૮/૨૦૦૪ ૦૭/૦૩/૨૦૦૭
૪૯ શ્રી સંજીવકુમાર ૦૮/૦૩/૨૦૦૭ ૩૧/૦૩/૨૦૦૮
૫૦ શ્રી મોહંમદ શાહીદ ૦૧/૦૪/૨૦૦૮ ૧૬/૦૮/૨૦૦૯
૫૧ ર્ડા. એસ. મુરલીક્રીષ્ના ૧૧/૧૧/૨૦૦૯ ૦૪/૦૭/૨૦૧૧
૫૨ શ્રી એમ. વી. પારગી ૦૪/૦૭/૨૦૧૧ ૨૦/૦૪/૨૦૧૩
૫૩ શ્રીમતી શાલીની અગ્રવાલ ૨૦/૦૪/૨૦૧૩ ૧૫/૦૨/૨૦૧૪
૫૪ શ્રી કે.કે.નિરાલા ૧૭/૦૨/૨૦૧૪ ૧૦/૦૫/૨૦૧૬
૫૫ ડૉ. કુલદીપ આર્ય, આઈ.એ.એસ ૧૦/૦૫/૨૦૧૬ ૦૯/૦૪/૨૦૧૮
૫૬ શ્રી આઈ. કે. પટેલ, આઈ.એ.એસ ૦૯/૦૪/૨૦૧૮ ૧૬/૧૧/૨૦૧૮
૫૭ શ્રી સુધીર બી. પટેલ, આઈ.એ.એસ ૧૬/૧૧/૨૦૧૮ ૩૧/૧૦/૨૦૧૯
૫૮ ગાર્ગી જૈન, આઈ.એ.એસ (ઈ.) ૦૧-૧૧-૨૦૧૯ ૨૫-૧૧-૨૦૧૯
૫૯ શ્રી આઈ. કે. પટેલ, આઈ.એ.એસ ૨૫-૧૧-૨૦૧૯ ૩૧-૦૫-૨૦૨૧
૬૦  શ્રી કે. એલ. બચાની, આઈ.એ.એસ ૦૧-૦૬-૨૦૨૧ ૩૧-૦૧-૨૦૨૪
૬૧ શ્રી અમિત પ્રકાશ યાદવ, આઈ.એ.એસ. ૦૧-૦૨-૨૦૨૪ પદસ્થ