Close

કુંડવાવ, કપડવંજ

સિદ્ધરાજ જયસિંહ જયારે ખેડા જિલ્‍લામાં આવ્‍યો ત્‍યારે કપડવંજમાં લશ્‍કરને સહીસલામત રહેવા માટે અનુકૂળતા દેખાઈ. રમ્‍ય વનરાજીથી ભરપૂર આ પ્રદેશ હતો. એમ કહેવાય છે કે, સિદ્ધરાજના સોમદત પંડિતને રકતપત્‍તિનો રોગ હતો. જયાં કુંડવાવ છે ત્‍યાં અગાઉ એક પાણીનું ખાબોચિયું હતું. તેમાં તે લપસી પડયા અને તેનો રોગ મટી ગયો. તેથી આ ચમત્‍કાર જોઈ, ધર્મિષ્ઠ રાજાએ સહસ્‍ત્રલિંગની અનુકૃતિને કુંડવાવ તથા બાજુમાં બત્રીસ કોઠાની વાવ બંધાવી. ખોદકામ કરતાં નારાયણદેવ, મહાલ1મી તથા ફૂલબાઈની મૂર્તિઓ નીકળી, જે આજે પણ કપડવંજમાં જોવા મળે છે.

કેવી રીતે પહોંચવું :

વિમાન દ્વારા

સૌથી નજીકનું આંતરરાષ્ટ્રીય હવાઈમથક સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ છે, જે કપડવંજ તાલુકાથી 69 કિ.મી. અંતરે આવેલું છે.

ટ્રેન દ્વારા

નજીકનું રેલ્વે સ્ટેશન મહેમદાબાદ ખેડા રોડ અને નડિયાદ છે.

માર્ગ દ્વારા

કુંડવાવ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં છે, NE1 - રાષ્ટ્રીય એક્સપ્રેસવે 1 (અમદાવાદ-વડોદરા) દ્વારા ત્યાં પહોચવું સરળ રહે છે તથા એસટી બસો અમદાવાદ, વડોદરા અને આણંદથી ઉપલબ્ધ છે.